દિલ્હી ચૂંટણી પરિણામ LIVE: પ્રચંડ જીત બાદ કેજરીવાલ બોલ્યાં- `દિલ્હીવાસીઓ I LOVE YOU`
દિલ્હીમાં 22 વર્ષથી સત્તાનો દુષ્કાળ સહન કરી રહેલા ભાજપને આશા છે કે તે આ વખતે સત્તામાં વાપસી કરશે. પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં તમામ તાકાત ઝોંકી હતી. જ્યારે કોંગ્રેસે દિલ્હીની જનતાને લોભાવવા માટે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક વચનો આપ્યાં હતાં. પરંતુ એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું એકવાર પણ ખાતું ન ખુલે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલી ગયો છે. અરવિંદ કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે. દિલ્હીની જનતાએ શાહીન બાગ અને નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દાને નકારીને સ્થાનિક મુદ્દાઓના આધારે મત આપ્યાં છે. ગત વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસ ચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી નથી. જ્યારે ભાજપે ગત કરતા કઈંક સારો દેખાવ કર્યો છે. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખુબ ચતુરાઈથી વિવાદાસ્પદ મુદ્દાઓને બાજુ પર હડસેલીને સ્થાનિક મુદ્દાઓ પર મત માંગ્યાં. કેજરીવાલે ચૂંટણીમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યાં અને જનતા વચ્ચે જઈને મત માંગ્યાં. ભાજપે શાહીન બાગ અને નાગરિકતા કાયદા જેવા મુદ્દાઓ ઉઠાવ્યાં પરંતુ દિલ્હીવાળાઓએ તેને નકાર્યાં. આ ઉપરાંત કેજરીવાલ સામે વિપક્ષ કોઈ મજબુત ઉમેદવાર પણ ઊભો કરી શક્યા નહીં જે પરિણામમાં ભોગવવાનો વારો આવ્યો. ગત 5 વર્ષમાં કેજરીવાલે કરેલા કામોના કારણે જનતામાં સારો સંદેશ ગયો અને જનતાએ મન ખોલીને મત આપ્યાં.
(સ્ત્રોત- ચૂંટણી પંચ વેબસાઈટ)
Party | Seats | ||
લીડ | જીત | કુલ | |
આમ આદમી પાર્ટી (AAP) | 56 | 07 | 63 |
ભારતીય જનતા પાર્ટી (BJP) | 06 | 01 | 07 |
કોંગ્રેસ | 00 | 00 | 00 |
અન્ય | 00 | 00 | 00 |
કુલ | 62 | 08 | 70 |
LIVE UPDATES....
- કેજરીવાલે કહ્યું કે આજે મંગળવાર છે અને હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે. હું આ માટે હનુમાનજીનો પણ આભાર માનું છું.
- કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીવાસીઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમે ત્રીજીવાર તમારા પુત્ર પર ભરોસો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે દિલ્હીના લોકોએ નવા પ્રકારના રાજકારણને જન્મ આપ્યો છે. દિલ્હીના લોકોએ કહી દીધુ કે મત તેને જ આપો તે ઘરે ઘરે પાણી આપે, રસ્તા બનાવડાવે, મહોલ્લા ક્લિનિક બનાવડાવે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube